અમદાવદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની દર મહિમે મળતી સામાન્ય સભા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં આવેલા છઠ્ઠા માળે મહાત્મા ગાંધી હોલમાં મળે છે. કોરોનાના કારણે ઓનલાઈન અને ચાર મહિનાથી ઓફલાઈન સામાન્ય સભા મળે છે પરંતુ મહાત્મા ગાંધી હોલની જગ્યાએ પાલડી ટાગોર હોલમાં જ રાખવામાં આવે છે. મહાત્મા ગાંધી હોલમાં તમામ અધિકારીઓ, શાસક અને વિપક્ષના તમામ કોર્પોરેટરો, પ્રેસ મીડિયા અને અન્ય લોકોની પૂરતી બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ સાથેની છે છતાં કેમ ટાગોર હોલમાં જ સામાન્ય સભા મળી રહી છે તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જ નેતાએ દિવાળી બાદ મહાત્મા ગાંધી હોલમાં જ સામાન્ય સભા મળશે તેમ જણાવ્યું હતું પરંતુ ૨૬મી નવેમ્બરના રોજ મળનારી સામાન્ય સભા પણ ટાગોર હોલમાં જ યોજાવાની છે. જેથી હવે સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું ભાજપના જ શાસકો પાલડી ટાગોર હોલમાં જ હવે દર વર્ષે સામાન્ય સભા કરશે કે મહાત્મા ગાંધી હોલના તાળાં ખોલવામાં આવશે ખરા અમદાવાદ શહેરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટેની ચર્ચાઓ માટે દર મહિને છસ્ઝ્રની સામાન્ય સભા મળતી હોય છે. પરંતુ કોરોનાના કારણે આ સભા ઓનલાઈન શરૂ કરાઈ હતી. હવે કોરોનાના કેસો ઓછા થતાં છેલ્લા ચાર મહિનાથી પાલડી વિસ્તારમાં સ્થિત ટાગોર હોલમાં સામાન્ય સભા મળે છે. છસ્ઝ્ર બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આવેલ મહાત્મા ગાંધી ટાગોર હોલમાં સામાન્ય સભા મળતી હોય છે. કોરોનાને કારણે આ હોલમાં હવે સભા મળતી નથી. ભાજપના શાસકો પ્રજાના પ્રશ્નોની ચર્ચાઓ માટે પાલડીના ટાગોર હોલનો વધુ આગ્રહ રાખે છે. જેથી હવે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે શહેરના નવા મેયર મહાત્મા ગાંધી હોલમાં સ્થિત ડાયસ પર ક્યારે બેસશે? રાજયમાં તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને નેતાઓ દ્વારા હવે મીટીંગો અને બેઠકો થાય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમાર અને ભાજપના શાસકો હજી કોરોનાના નામે મહાત્મા ગાંધી હોલને બંધ રાખી ટાગોર હોલમાં જ સામાન્ય સભા કેમ યોજે છે ? નવા મેયર કિરીટ પરમાર અને ડેપ્યુટી મેયરને વર્ષોથી જ્યાં બોર્ડ મળે છે એવા ડાયસ પર બેસવા મળશે તે કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે.


