પાટણ
ભગવાન પદ્મનાભના સાનિધ્યમાં મંદિર પરિસરના મહંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી પ્રજ્વલિત કરાઈ હતી. નિજ મંદિર પરિસરમાંથી રવાડી પ્રસ્થાન પામતાં જય હરિ, શ્રી હરિના ગગનભેદી નાદ વચ્ચે ભાવિક ભક્તોએ રવાડી જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતીપાટણ શહેરના વિશ્વ પ્રસિદ્ધ પદ્મનાભ ભગવાનનો સપ્તરાત્રી રેવડિયો મેળો સરકારની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિસભર રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો. ડી.એમ.પટેલ સહિત અમેરિકા સ્થિત પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોએ સમૂહમાં ભગવાન પદ્મનાભની પૂજા, અર્ચના અને આરતી ઉતારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાની પાંચમી રાત્રિએ ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય તેમજ યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ સહિત અમેરિકા સ્થિત પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોનું પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પરિવારે બુકે અને શાબ્દિક સન્માનથી સ્વાગત કર્યુ હતું. ભગવાન પદ્મનાભના પ્રસાદ સ્વરૂપે ગોળ અને તલમાંથી તૈયાર કરવામાં આવેલ રેવડી અર્પણ કરી પદ્મનાભજી ભગવાનના શુભ આશીર્વાદ લેવાયા હતા. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્યએ પદ્મનાભ મંદિર પરિસરના વિકાસ માટે પોતાનો સહકાર હંમેશા રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી.


