(પુરવઠા વિભાગ દ્વારા ગોડાઉન સીલ પણ કાર્યવાહીમાં કલાકોની ઇંતજારી)
ધ્રાંગધ્રા :
રાજ્ય સરકાર દ્વારા અન્ન સુરક્ષા હેઠળ જરૂરિયાત વાળા વર્ગને રાહતના ભાવે અને સાવ ગરીબ લોકોને નિઃશુલ્ક અનાજ મળે એ માટે ખાસ તકેદારી રખાતી હોય છે પણ રાજ્ય સરકાર તરફથી મોકલાયેલા સારા અનાજના બદલે લાભાર્થીઓ સુધી ધૂળ યુક્ત, ધનેડાં, કીડાઓ વાળું જ અનાજ પહોંચતું હોય છે. આની પાછળ નાનાં થી મોટા અનેક સંડોવાયેલા હોવાના કિસ્સા વારંવાર સામે આવતા જ હોય છે. ધ્રાંગધ્રા નાં અમદાવાદ હાઇવે ઉપર કલ્પના હોટલ થી આગળ સામેની બાજુ એક ખાનગી ગોડાઉન નાં શંકાસ્પદ અનાજનો જથ્થો હોવાની બાતમી મળતાં પુરવઠા વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગ દ્વારા જરૂરી બિલ, વાઉચર ની તપાસની હાથ ધરાઈ હતી જો કે ટોક ઓફ થી ટાઉન બનેલા આ કિસ્સામાં જથ્થો પકડાયા પછી સીલ લાગ્યા બાદ કલાકો સુધી કોઈ જ કાર્યવાહી ન થતાં લોકોમાં અચરજ જોવા મળ્યું હતું અને બંધ બારણે કંઈક રંધાઈ રહ્યું હોય એવી શંકાઓ ચગડોળે ચઢી હતી. આ બાબતે પુરવઠા નાયબ મામલતદાર ને પૂછતાં હાલ ગોડાઉન સીલ કરી બિલ ની તપાસણી ચાલું છે પણ મૂળ માલિક ને બોલાવ્યા બાદ એમના જવાબ કે બિલ રજૂ મળ્યા પછી જ આગળની કાર્યવાહી થાશે એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. સૂત્રોનાં જણાવ્યા મુજબ ઘઉં ને દળી ને લોટ બનાવવામાં આવતા આ ખાનગી ગોડાઉન માલિકના સરકાર નાં ટેકાનાં ભાવે અનાજ ખરીદ કરતા સરકારી કોન્ટ્રાક્ટર સાથે નજીકનો ઘરાબો છે જેથી સમગ્ર મામલો પાણી જેમ ચોખ્ખો હોવા છતાં ય પુરવઠા વિભાગ દ્વારા મોડી સાંજ સુધી માત્ર સીલ પછી ની કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરાઈ એવી ચર્ચાઓ સાથે લોકો આખા મામલા ને દાળમાં કંઈક કાળું નહીં પણ દાળ જ કાળી છે એમ જોઈ રહ્યા છે.
બોક્સ :
* પુરવઠા નાં અનાજ, ગરીબોની આંતેડી નો કોળિયો છીનવી લેતા, કાળાબજારીઓ, વચેટિયાઓ સામે પુરવઠા વિભાગ કયારે લાલ આંખ કરશે? આ કિસ્સામાં પણ ભીનું સંકેલાશે કે તટસ્થ કાર્યવાહી થાશે એ ચર્ચા નો વિષય.
* જિલ્લામાં અનાજના જથ્થા પકડી પાડીને ઉચિત કાર્યવાહી હાલ જોવા મળી રહી છે, પણ ધ્રાંગધ્રા માં વર્ષોથી સબ સલામત. અહીં ખીસું સલામત કે ગરીબો નું અનાજ એ ઊંડા આત્મચિંતન સાથેનો પ્રશ્ન.
* ખાનગી ગોડાઉન માં સ્ટોક રજીસ્ટર હોય જ તો સ્ટોક ઉપર નાં જથ્થા માટે ય બિલ ની કલાકો રાહ કેમ? લોકચર્ચા માં પુરવઠા વિભાગ પણ શંકા નાં દાયરામાં.
* પુરવઠા વિભાગ જવાબદારીઓ નિભાવે છે? બધા પેટ્રોપ પમ્પ, તો સબ સલામત? અરે, તહેવાર માં ય મીઠાઈ, ફરસાણ નું ચેકીંગ તો સબ સલામત? , આંગણવાડી બાળકો ને પહોંચતો જથ્થો એ પણ સલામત?, દૂધ સંજીવની વિતરણ એ પણ હેમ ખેમ? ક્યારેય કોઈ જગ્યાએ ખામી જ નહિ?
2 Attachments


