શ્રી મામૈદેવ બગથડા યાત્રાધામ અંજાર મધ્યે 25/05/2024 વૈશાખ વદ ત્રીજ અને 26/05/24 વૈશાખ વદ ચોથ (સંગઠ ચોથ)ના ખડિયા યાત્રાનો આયોજન કરવામાં આવશે. અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથડા યાત્રાધામ મધ્યે પરમ પુજ્ય દેવ શ્રી મામૈદેવની તપોભુમી પર શ્રી મામૈદેવના હાથે શ્રી મામૈદેવ પોતાના હાથ પગના નખ તેમજ માથાના કેશ બગથડા યાત્રાધામ સ્થાપિત કરેલ છે.
વર્ષોથી ખડીયાના સરતધારી શ્રી મામૈદેવના નિર્વાણ દિવસે જે ખડીયા યાત્રા શ્રી મામૈદેવ બગથડા યાત્રાધામે કરવામાં આવે છે, વર્ષોની પરંપરા મુજબ આ વખતે પણ તા.25/05/2024, શનિવાર, વૈશાખ વદ-3 તથા તા.26/05/2024, રવિવાર, વૈશાખ વદ-4, સંગઠ ચોથના રોજ ખડીયા યાત્રા રાખવામાં આવશે.

આ ધાર્મિક ખડીયા યાત્રાનો લાભ લેવા દરેક ધર્મપ્રેમીઓને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એવું યાત્રાધામના પુજારી ખીમજીદાદા ધનજીદાદા માતંગ અને પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

