Gujarat

નાવલી નદીમાં પૂરના પાણીમાં આખલો તણાયો

અમરેલી જિલ્લાના લીલીયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પડેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરની બજારમાંથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદીના પાણી બજાર વિસ્તારમાં આવેલી અનેક દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને નુકસાનની ભીતિ સર્જાઈ છે. પૂર દરમિયાન એક આખલો તણાઈ રહ્યો હોવાના લાઈવ દૃશ્યો પણ સામે આવ્યા છે.