Gujarat

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટના વિરોધમાં ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા પણ માંગ કરી હતી. અને આ પ્રોજેક્ટ ગરીબો માટે નુકસાન દાયક છે. ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી.