પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે કૌટુંબિક કાકીની ભત્રીજાએ કરપીણ હત્યા કરી છે. આરોપી GRD જવાન રાયસિંગ રાઠવા એ ૫૧ વર્ષીય ગુજલીબેન રાઠવાને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી.

આરોપીની દીકરી અને મૃતકના દીકરાના પ્રેમ સંબંધ પકડાઈ જતા દીકરીએ બે મહિના અગાઉ આત્મહત્યા કરી હતી. મૃતકનો દિકરો છેલ્લા બે મહિનાથી ગામ છોડી ફરાર હતો. આરોપી રાયસિંગે અદાવત રાખી તેની માનીજ હત્યા કરી નાંખી છે.લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને ડિટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

