Gujarat

ગીરગઢડાના રસુલપરા ગામે રહેતા તલાટી ક્રમ મંત્રીનું અચાનક હાર્ટએટેકથી મોત નિપજયું… સગાઈ માંથી પરત આવતી વખતે ઘટના બની..

ગીરગઢડા તાલુકાના રસુલપરા ગામે રહેતાં અને  તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેવોનું આજે કુટુંબીક સગાઈ હોય ત્યાં ગયા હતા. અને ત્યાથી પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક હાર્ટેક આવતા મોત નિપજયું હતું. આ બનાવથી પરીવારમાં ભારે શોક પ્રસરી ગયો હતો.
ગીરગઢડાના રસુલપરા ગામે રહેતાં અને સુત્રાપાડાના વસાવડ ગામે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા જીવણભાઈ ઉગાભાઈ ખરા જેવો આજે કુટુંબીક સભ્યની સગાઇ હતી. ત્યાં જીવણભાઈ અને તેમનાં ભત્રીજા અશ્વિનભાઈ બન્ને કારમાં નગડલા ગામે થી સેઢાયા સગાઈમા ગયા હતા. અને ત્યાથી પરત આવી રહ્યા હતા. એ દરમિયાન જીવણભાઈને અચાનક છાતીમાં દુખાવો થતા કારમાં રહેલ તેમના ભત્રીજાને વાત કરતા તાત્કાલિક હોસ્પિટલે લઇ આવતા હતા ત્યારે ઉમેદપરા ગામના વળાંક પાસે પહોંચતા હાર્ટએટેક આવેલ અને ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડાતા ત્યાંના તબીબે હાર્ટએટેક થી મોત નિપજ્યું હોવાનું જાહેર કરેલ. આ અંગે મૃતકના ભાઈ મધુભાઈ ઉગાભાઈ ખરા એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોખનું મોજુ ફરી વળ્યું હતું..