જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે યોજાયેલ ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ કાર્યકર્મ અંતર્ગત કઠલાલ તાલુકાના સિંઘાલીયા ની મુવાડી પ્રાથમિક શાળાના શિક્ષક ડિંડોર રેખાબેન કનુભાઈ જેઓનું ગુજરાત ગૌરવ એવોર્ડ તથા સન્માનપત્ર એનાયત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી જાણીતા કેળવણીકાર તખુભાઇ સાંડસુર તથા જાયન્ટસ કલોલ ભરતભાઈ પટેલના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા જેને લઈને શાળા પરીવાર, સ્ટાફ ગણ તથા એસ.એમ.સી.ના હોદ્દેદારો માં ભારે ખુશીનો માહોલ ઉભો થયો હતો.

