દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વભરમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ્સ ડે ઉજવાય છે. આ વર્ષે પણ ફાર્મસીની જુદી જુદી સંસ્થાઓ અને સંગઠનોએ રાજકોટના રેસકોર્સ ખાતે એક લોક જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય ધ્યાન AMR (એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ) વિશે જાગૃતિ લાવવા અને તેને અટકાવવાના ઉપાયો પર હતું.
આત્મીય યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સીસના વિદ્યાર્થીઓએ “એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ – જાણકારી તેમજ જાગૃતિ” વિષય પર પોસ્ટર દ્વારા લોકો સાથે સંવાદ કર્યો. આર. કે. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ સામાન્ય સ્વાસ્થ્ય તપાસ કરી.

ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટસ એસોસિએશન – રાજકોટ ચેપ્ટર અને રાજકોટ ફાર્માસિસ્ટ્સ એસોસિએશનના સહયોગથી કેવિન ગરાળા, ધાર્મિક મહેતા, વિજય ચૌહાણ, હની જાની, પ્રતીક ખુમાણ, તેજસ ગણાત્રા, પ્રતીક વેડિયા, ઉદિત ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ટીમે વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન કર્યું હતું.

