આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજનના મદદનીશ પોલીસ અધીક્ષક ગૌરવ અગ્રવાલ નાઓએ મિલકત સબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે એ.સી.પરમાર પોલીસ ઇન્સન્સપેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ તાના આશરે કલાક ૨૦૨૪/૦૫/૨૪. ૦૪વાગે છોટાઉદેપુર ૩૦/ ટાઉનમાં મઠાવીર આઈસ્ક્રીમવાળા દેવીલાલભાઈ નાઓની દુકાન આગળ ટાટા કંપનીના ૭૦૯ ટેમ્પો રજી નંબર GJ-17-UU- 5191 માં આગળના કેબીનની સીટની નીચે પેટીમાં કાપડની થેલીમાં રોકડ રૂપિયા ૧,૧૯,૧૭૦-/ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયેલ. આ ચોરી કરેલ ચોર ઇરામને પકડી પાડવા માટે પોલીસના માણસોની ટીમો બનાવવામાં આવેલ જેમાં છોટાઉદેપુર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ના સી.સી.ટી.વી. ફૂટેઝ ચેક કરતા બે અજાણયા ચોર ઇસમો ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ. આ ચોર ઈસમો એક ઇકો ગાડી જેનો રજી.નં. GJ-17-BH-8320 માં બેચીને ભાગી ગયેલ હોવાનું જણાઈ આવતા વાહનમાલીકાનો સંપર્ક કરતા તેઓએ આ વાહન બીજા વ્યકિતને વેચાણ આપેલ જે આધારે ઇકો ગાડીના મુળ માલીકનો મોબાઈલ નંબર મેળવી મોબાઇલ લોકેશનના આધારે ગોધરા પાસેના કંકુથાંભલા ગામ પાસેથી ઈકોમાં સવાર બન્ને ઇરામોની ધરપકડ કરી પુછપરછ કરતા બન્ને ઇસમો ચારણ કાળાભાઈ રાણાભાઈ અને બારીયા ખુમાનભાઈ ગજેન્દ્રબાઈ છોટાઉદેપુર ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રકમ તેમજ ઈકો ગાડી કબ્જે કરી બન્ને આરોપીઓને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે. આમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ચોરાયેલ રોડ રકમ સાથે બન્ને ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.
