Gujarat

ગીરગઢડા દ્રોણ રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ગંભીર ઇજા…ઓવરલોડ માટીનાં ટ્રેક્ટર બેફામ બન્યા

ગીરગઢડા દ્રોણ રોડ પર ટ્રેક્ટર મારફતે માટીની સપ્લાય કરવામાં આવતી હોય ત્યારે રસ્તા ઉપર બેફામ ટ્રેક્ટર ચાલકો નિર્દોષ લોકોને હડફેટે લેતા હોય છે. ત્યારે આજે એક ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ઉના હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. કોદીયા ગામે આવેલ મછુન્દ્રી ડેમ માંથી માટી કાઢવાની પરમિશન સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને આપવામા આવેલ ત્યાથી માટી ભરીને ટ્રેક્ટર મારફતે સપ્લાય કરતા બેફામ ચલાવતા અવાર નવાર અકસ્માતો સર્જાતાં હોય છે.
રાજકોટ ખાતે રહેતા રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ પરીવાર સાથે દ્રોણેશ્વવર થી ગીરગઢડા તરફ જતા હતા. ત્યારે ઓવરલોડ ચાલતા માટીનાં ટ્રેકટર ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રાજેશભાઈ રમેશભાઈ રાઠોડને માંથાનાં ભાગે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
જેને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ટ્રેક્ટર ચાલકો પોતાની મરજી મુજબ ઓવર સ્પીડમાં ઓવરલોડ ટેપ ફૂલ રાખી બેફામ બેરોકટોક આરટીઓનાં નિયમોને નેવે મૂકીને ચલાવી રહ્યાં છે. ત્યારે આવા બેફામ ટ્રેક્ટર ચાલક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. આવા અકસ્માતો માટે જવાબદાર કોણ ? ગીરગઢડામાં જાણે કાયદો વ્યવસ્થા કથળી ગયેલ હોય તેમ બેફામ બની ગયેલ ટ્રેકટર ચાલકો સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે.