જોડિયા તાલુકા ના જસાપર ગામે કડવા પાટીદાર પનારા પરિવાર ના સુરાપુરા પૂ.રાજાબાપા બિરાજમાન છે.જે પહેલા જામનગર ના લાખાબાવળ બિરાજમાન હતા.જેમને પનારા પરિવાર દ્વારા તા.26/5/1991 માં વાજતે ગાજતે લાખાબાવળ થી જસાપર પધરામણી કરી નવા મંદિર નું નિર્માણ કરી બાપા ની પધરામણી કરેલ.ત્યારથી આજ સુધી દર વર્ષે 26/5 ના રોજ આખો પરિવાર જે અલગ અલગ 50 ગામ સુધી વિસ્તરેલ છે.તે આ દિવસે એકત્ર થઈ બાપા ના આશીર્વાદ મેળવે છે.બપોર અને સાંજે તમામ પરિવાર પ્રસાદ લે છે.



આ 26/5/24 ના પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ.જેમાં પૂ.રાજાબાપા અને પૂ.વાછરાડાડા ની ધ્વજા ચડાવવામાં આવે છે.જે ભગવાન રામ મંદિર થી વાજતે ગાજતે આખો પરિવાર ધજા લેવા જાય અને યજમાન દ્વારા ચડાવવામાં આવે છે.ત્યાર બાદ પ્રસાદ ગ્રહણ કરે છે.અને રાત્રે સ્નેહ મિલાન કરવામાં આવે છે.જેમાં પ્રથમ પનારા પરિવાર ના તેજસ્વી તારલાઓ ને સિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ છે.અને રાત્રે સંતવાણી જસાપર ધૂન મંડળ દવારા યોજવામાં આવી હતી.ખૂબ ઉત્સાહ ભેર કાર્યક્રમો યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમનું આયોજન શ્રી રાજાબાપા પનારા સેવા ટ્રસ્ટ નીચે ટ્રસ્ટી મંડળ દવારા કરવામાં આવ્યું હતું. તમામ પરિવાર ના યુવાનો સ્વયંસેવક તરીકે કામગીરી બજાવેલ.આ ટ્રસ્ટ નીચે હાલ દોઢ કરોડ ના ખર્ચે સમાજ વાડી નું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.



આખા કાર્યક્રમ નું સંચાલન તમામ વાર્ષિક હિસાબો નું વાંચન શિક્ષક ભાવેશભાઈ પનારાએ કર્યું હતું.અને તમામ પરિવાર જનો નો ટ્રેસ્ટ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

