અમદાવાદ
ધોરાજીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્વચ્છતા અને ગેરકાયદેસર દબાણ મામલે થયેલી જાહેરહિતની અરજી કોર્ટનું આદેશનું પાલન થયું ન હતું. જેથી કોર્ટના તિરસ્કારની અરજીને અંગે ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત મ્યુનિસિપાલટી કમિશનર રાજકુમાર બેનીવાલ અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. કોર્ટે દબાણ દૂર કરવાની બાબતે પાલિકાએ કરેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો. પરંતુ અન્ય બાબતો અંગે મુખ્ય કોર્ટના તિરસ્કાર મામલે ભારે નારાજગી પ્રગટ કરી હતી. કોર્ટે કહ્યું કે તેઓ ગમે તેમ કરે, પરંતુ આગામી ૯ ડિસેમ્બરે નગરપાલિકામાં સફાઈકર્મીઓની ભરતી માટે પગલાં લે. જેની વિગતો સોગંદનામુ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. કોર્ટના આદેશ છતાં તેનું પાલન ન કરવામાં આવ્યું હોવાના દાવા સાથે અરજદારે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે પોતાના જુના આદેશમાં સ્વચ્છતા જાળવવા માટે સફાઈકર્મી સંખ્યા ૪૪થી વધારવા માટે પણ કહ્યું હતું. જાેકે તેમ કરવામાં આવ્યું અને તેની સામે સફાઈકર્મીની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. ધોરાજીના સ્થાનિક આગેવાન મારફતે વર્ષ ૨૦૧૪માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં સફાઈ-સ્વચ્છતા, સફાઈકર્મીઓની અછત, ભુગર્ભ ગટર યોજના, ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. જે મામલે ૧૩ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસે અરજદારની રજૂઆતને ધ્યાને રાખીને સ્વચ્છતા માટે સફાઇ કર્મીઓને નિમણૂક કરવી, ભૂગર્ભ ગટર યોજના યોગ્ય રીતે પાલન કરવું અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા આદેશ કર્યોધોરાજી નગરપાલિકા સામે થઈ જાહેર હિતની અરજીમાં કોર્ટના આદેશના તિરસ્કાર મામલે ગુજરાત હાઈકોર્ટે પાલિકા અને જવાબદાર અધિકારીઓ સામે ભારોભાર રોષ પ્રગટ કર્યો છે. ગુજરાત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરની હાજરીમાં ઉધડો લઈ ૯ ડિસેમ્બર સુધી કોર્ટના આદેશનું પાલન કરી જવાબ રજૂ કરવા કહ્યું છે.
