Gujarat

બારડોલીના બાજપાઈ માર્ગના ગંદકીની સફાઈ સાથે ગ્રીલ ફીટ કરાઇ

બારડોલી નગરના અટલ બિહારી બાજપાઈ માર્ગની શરૂઆતમાં ડીવાઈડરમાં ફૂલ છોડની જગ્યાએ ગંદકી હતી. વધુમાં એક તરફની જાળી પણ ગાયબ થઈ જતાં પહેલા જ ખંડિત જોવા મળતું હતું. જે અંગે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કશું કરતા ન હતા.

ડીવાઈડરમાં ગંદકીની સફાઈ કરીને, ગાયબ થયેલ રેલીંગ પણ ફીટ કરાવી છે. જેના કારણે અંદર ફૂલછોડ પણ રોપીને માર્ગની શોભામાં પણ વધારો કરી શકાશે. પાલિકા નગરમાં નાની નાની સમસ્યા અંગે પણ પૂરતું ધ્યાન આપવામાં આવે તો, નગરની ખામીઓ શોધવી પડે.