જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વિકાસ ગૃહમાંથી બે સગીર બહેનોના અપહરણનો બનાવ સામે આવ્યો છે.
પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો દાખલ કરીને બંને બહેનોની શોધખોળ શરૂ કરી છે.
ઘટનાની માહિતી મુજબ જામનગર શહેરમાં આવેલા પટેલ કોલોની વિસ્તારમાં વિકાસ ગૃહમાં રહેતી એક 17 વર્ષીય તથા તેની 14 વર્ષીય નાની બહેનનું ગત શનિવારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હતા.
આ બાબતની જાણ વિકાસ ગૃહના અધિક્ષક સ્વીટીબેન જાનીને થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસે હાલ ફરિયાદના આધારે વિકાસ ગૃહમાં રેતી અન્ય તરુણીઓની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે બંને સગીરવયની બહેનોની શોધખોળ હાથ ધરી છે.

