બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે. અભિનેત્રી ઝહીર સાથે 23 જૂને મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જો કે અભિનેત્રી દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. આ અંગે અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા પણ આવી છે. હવે સોનાક્ષીના ભાઈ લવ સિન્હાએ પણ લગ્નના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે સોનાક્ષી તેના પરિવારની વિરુદ્ધ જઈને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

‘મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી’- લવ સિન્હા
એક ઇન્ટરવ્યૂમાં લવ સિન્હાએ કહ્યું કે તે હાલ મુંબઈમાં નથી. આ સિવાય તેણે કહ્યું કે, ‘મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. મારો આના પર રિએક્શન આપવા અથવા કોઈપણ રીતે સામેલ થવાનો કોઈ ઈરાદો નથી.’ તેણે આ સવાલોથી અંતર જાળવી રાખ્યું છે.

જાણો શું કહ્યું શત્રુઘ્ન સિન્હાએ
ઝૂમ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેમની પુત્રી સોનાક્ષીનાં લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘હું દિલ્હીમાં છું. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરી સાથે તેની યોજના વિશે વાત કરી નથી. તેણે મને હજુ સુધી કશું કહ્યું નથી. મીડિયામાં મેં જે વાંચ્યું છે એ જ હું જાણું છું. તે જ્યારે પણ મારી સાથે આ અંગે વાત કરશે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હશે. અમે ઈચ્છીએ છીએ કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે.’

