Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા બાબત

 ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર ભારતવર્ષમાં રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ રંગોળી સ્પર્ધામાં ભારતનો કોઈપણ નાગરિક કે જેની ઉમર ૧૬ થી ૪૫ વર્ષની હોય તે ભાગ લઇ શકે છે. રંગોળી બનાવવા માટે તમામ સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે https://amritmahotsav.nic.in/rangoli-making-competition.html વેબસાઈટ પર તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.  સ્પર્ધા ત્રણ સ્ટેજમાં (૧) જીલ્લાકક્ષા (૨) રાજ્યકક્ષા (૩)રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધાના નિયમો વેબસાઈટ પરથી મેળવી શકાશે તમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

દિવ્યા ત્રિવેદી                  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *