ઉનામાં એક પણ મીટીંગ કરી નથી તો પણ મને ઐતિહાસિક લીડ આપી છે ઉના એ..સાંસદ.
ઉના શહેરમાં નગર પાલિકા ટાઉન હોલ ખાતે 93 વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ જુનાગઢ-ગીર સોમનાથ જિલ્લા લોકસભાના નવનિયુક્ત લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા સતત ત્રીજી વખત ભવ્ય જીત થવા બદલ તથા ઉના માંથી જંગી લીડ નીકળતા ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ તેમનું શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવેલ હતું કે સમગ્ર ચૂંટણી દરમ્યાન માત્રને માત્ર એક 93 વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનો વિસ્તાર છે કે એક પણ મીટીંગ કરી નથી તો પણ મને ઐતિહાસિક લીડ આપી છે ઉના શહેરે. આ સન્માન સમારોહ કાર્યક્રમમા ઉના ચેમ્બર ઓફ કોમર્સના વિવિઘ વેપારી સંગઠનો, ડોક્ટરો, વકીલ મંડળ, સીનીયર સીટીઝન, હિન્દુ યુવા સંગઠન, સહિત તેમજ ઉના ગીરગઢડા તાલુકા અને પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ, સદસ્યો, તાલુકા અને શહેર ભાજપ સંગઠનોના હોદેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો, પત્રકારો, નામી અનામી કાર્યકરો માનવંતા પ્રજાજનો સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં એ બદલ ઉના ચેમ્બર ઓફ કોમર્સના વિવિઘ વેપારી સંગઠનને લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

