ઉના પંથકમાં અરજદારોના મોબાઈલ ફોન ગુમ થયેલા ખોવાઈ ગયેલા હોય પોલીસે ટેકનોલોજીની મદદથી મોબાઇલો શોધી કાઢ્યા હતા. અને જરૂરી કાર્યવાહી કરી મૂળ અરજદારોને પોતાના મોબાઇલ ફોન જે-તે સ્થિતિમાં પરત કરેલ હતા.
ઉના પોલીસ અધિક્ષકના આદેશ અને ઉના પોલીસ સ્ટેશન પીઆઈ એમ.એન.રાણાની સુચના તથા ઇ. પી એસ આઇ એચ.એલ.જેબલીયા માર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જેથી એ.એસ.આઇ. જગદિશભાઇ લઘરાભાઇ વાઘેલા તથા સુનીલભાઇ કેશવભાઇ બાંભણીયા નાઓએ સંયુકત મળી અદ્યતન ટેકનોલોજી આધારે મોબાઇલો શોધી કાઢ્યા હતા. અને જરૂરી કાર્યવાહી કરી મૂળ અરજદારોને તેમના મોબાઇલ ફોન જે-તે સ્થિતિમાં આ તમામ મોબાઇલ ફોન પરત આપવામા આવ્યાં હતાં.

