Gujarat

જામનગર રોજગાર કચેરી દ્વારા ભરતીમેળો યોજાયો, 18 જેટલા નોકરીદાતાઓએ 212 ઉમેદવારોની પસંદગી કરી

જામનગર મા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર ખાતે દરેક યુવાનોને રોજગાર મળે એવા આશય સાથે જોબફેરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગરના મદદનીશ નિયામક (રોજગાર) કું.સરોજબેન સાંડપા તેમજ જિલ્લા રોજગાર કચેરી જામનગરનો સમગ્ર સ્ટાફ અને આ જોબફેરમાં 235 રોજગારવાંચ્છુ ઉમેદવાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ. તેમજ 18 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાઓ હાજર રહેલ.

રોજગાર મેળા અંતર્ગત સી.એન.વી. ઇન્સ્પેકટર એસ.એન.ધમસાણીયા દ્વારા દ્વારા જોબફેર વિશે રોજગારીની તકો તથા કચેરીની કામગીરી વિશે ઉમેદવારો અને નોકરીદાતાઓને પ્રેરણારૂપ માર્ગદર્શન આપવામાં આવેલ.ત્યારબાદ પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા સ્વરોજગાર તેમજ રોજગાર રજીસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિશે તેમજ જોબફેરની વેકેન્સી વિશે માહિતી આપેલ. વિવિધ નોકરીદાતાઓ દ્વારા એમની કંપનીઓની પ્રાથમિક માહિતીઓ પણ ઉમેદવારોને આપવામાં આવેલ.

આ જોબફેરમાં 18 જેટલી ખાનગી એકમોના નોકરીદાતાઓ દ્વારા હાજર ઉમેદવારો 235 નું સ્થળ પરજ ઈન્ટરવ્યું લેવામાં આવેલ. જેમાં જોબફેરના અંતે 212 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ. આ જોબફેર માટે નોકરીદાતાઓ પાસેથી 227 વેકેન્સી મેળવવામાં આવેલ હતી.

ભારતીબેન ગોજીયા દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરેલ. આ જોબફેર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ ઓફિસર વીરેન્દ્રસિંહ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. રોજગાર કચેરીના દરેક સ્ટાફની જહેમત દ્વારા આ જોબફેર સફળતાપૂર્વક સંપન્ન થયેલ.