હવામાન ખાતાએ પણ આગાહી કરી નાખી હતી. જેથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર કરી નાખ્યું હતું…./પણ કહેવાય છે કે કુદરત સામે કોઈ નું નથી ચાલતું…/ખેડૂતોને મેધાએ હાથ તાળી આપી દેતા ખેડૂતો મુજવણ માં મુકાઈ ગયા છે…

જે રીતે વરસાદની શરૂઆત થઈ તે જોતા ખેડૂતોને ચોમાસુ સારું જશે તેવું લાગી રહ્યું હતી. ખેડૂતોએ વાવેતર પણ કરી નાખ્યું. અને ખેતરમાં છોડ પણ બહાર આવી ગયા. પણ કમનસીબી જુવો કે વહેલા વરસાદના આધાણ હતા અને હવામાન ખાતાએ પણ અનુમાન કરી નાખ્યું હતું. પણ એજ હવામાન ખાતું હવે વરસાદ ખેંચાશે તેવું કહેતા જગત નો તાત રડમસ મની ગયો છે. મોંઘા દાટ બિયારણ તો નાખી દીધા .મહેનત પણ કરી નાખી પણ હવે ઉગી નીકળેલ છોડ મૂર્જવા લાગ્યા છે. જો ટૂંક સમય માં વરસાદ નહિ આવે તો કરેલ મહેનત પાણી મા જશે તેવી ચિંતા હવે ખેડૂતો ને સતાવી રહી છે..
એક તરફ વરસાદ ખેંચાવીની શક્યતા જોવાઇ રહી છે. તો બીજી તરફ વાવેતર કરી નાખેલ ખેડૂતો ને સિંચાઇ ના પાણી ની સમસ્યા પાણી લેવું હોઈ તો વીજ પુરવઠાની જરૂર પડે પણ લાઈટ અનિયમિત હોઈ તે પણ તકલીફ ખેડૂતો વેઠી રહ્યા છે. ખેડૂતોનું એ પણ કહેવું છે કે હવામાન ખાતાની આગાહી કેટલીક વાર મુસીબત ઊભી કરી દે છે. આગાહી ને લઈ જેમને વાવેતર કરી નાખ્યું હતું તેમને ફરી એક વાર નુકશાની વેઠવાનો નો વારો આવશે..
તો કેટલાક વિસ્તારના ખેડૂતોના બિયારણ અને કરેલ મહેનત પાણીમાં ગઈ છે. તો કેટલાક ખેડૂતોના પાકમાં જીવાત પણ પડી ગઈ છે. પાન કોતરાઈ ગયા છે. એટલે કે કેટલાક ખેડૂતો નો પાક તો નષ્ટ થઇ ગયો છે જેને લઇ નુકશાની વળતરની પણ સરકાર પાસે આશ કરી રહ્યા છે.
જે ખેડૂતોના છોડ બહાર આવી ગયા છે તે છોડ મુર્જવા લાગ્યા છે તો કેટલાક છોડ મા હવે જીવાત પડી જતા છોડમા પણ કોતરાઈ રહ્યા છે. જે ખેડૂતો ને સિંચાઈ ના પાણીની વ્યવસ્થા નથી તેમને વેચાતું પણ પાણી લેવાનો વારો આવ્યો છે. જે ખેડૂતો ને પરવડે તેમ નથી. હવે ખેડૂતો આકાશ તરફ મીટ મારી ને બેસી રહ્યા છે કે મેધરાજા તેમના પર કોપાયમાન ના થાય અને ફરી પધરામણી કરે તેવી આશા વ્યક્ત ખેડૂતો કરી રહ્યા છે.

