આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સુચના આપેલ……… જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે અપહરણ, પોક્સો તથા એટ્રોસીટીના ના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ગીસીયાભાઇ નીમજીભાઇ ડુ.ભીલ ઉ.વ.૪૨ રહે-સરીયાપાણી મોટા ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓ એસ.ટી ડેપો છોટાઉદેપુર આવેલ હોવાની બાતમી હકીકત મળતા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ એસ.ટી ડેપો છોટાઉદેપુર ખાતેથી સદર ઇસમ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

