Gujarat

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અડાજણમાં ટ્રકનું ટાયર 3 ફૂટ રોડની અંદર ઘૂસી ગયું

સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમાં એક ટ્રકનો ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું, જેના કારણે ટ્રક નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે.

ટ્રક ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો

સુરતના અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રકચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો. જેમાં ટ્રકનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઇડ નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.