Gujarat

કન્ટેનરે બાઈકને અડફેટમાં લેતા ચાલકનું ૬૦ ફૂટ ઘસડાયા બાદ કરુણ મોત

નાનાપોઢા
નાનાપોઢાથી નાસિક જતા નેશનલ હાઈવે ઉપર જાેગવેલ ગામના તાંડ ફળીયામાં મંગળવારે સાંજે કન્ટેનર નંબરય્ત્ન૧૫ છ્‌ ૬૪૪૮ના ચાલકે આગળ ચાલતી બાઇક નંબર ય્ત્ન૧૫.ડ્ઢય્ ૫૪૪૭ના ચાલકને પાછળથી ટક્કર મારી હતી. ઘટના સ્થળથી ૬૦ ફૂટ સુધી લાંબે ઘસડી ગયો હતો. ૨૪ વર્ષીય બાઈક ચાલક રાકેશ ગુલાબભાઈ ચૌધરી રહે. માંડવા વડદેવી ફળીયાના યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ નાનાપોઢા પોલીસને કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી લાશનો કબ્જાે લઈ નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. આ ઘટનાની તપાસ જમાદાર ગૌતમભાઈ કરી રહ્યા છે. કપરાડા નાસિક માર્ગ પર ઢોળાવ અને વળાંક વાળા રસ્તા હોવાથી છાસ વારે અકસ્માતો થતા રહેતા હોય છે. ખાસ કરીને માંડવા અને કુંભઘાટ પર અકસ્માત વધુ થાય છે. નાનાપોઢાથી નાસિક જતા નેશનલ હાઇવે ઉપર બાઈક ચાલકને પાછળથી કન્ટેનર અથડાવીને ૬૦ ફૂટ ડામર ઉપર ઘસડી ગયો હતો. ચાલક ભાગવાના ચક્કરમાં માંડવા વડદેવી ફળિયાના યુવાનનો ભોગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *