Gujarat

મોરબીમાં ટંકારા હાઈવે પર લજાઈ ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ૧ નું મોત

મોરબી
મોરબીમાં ભયાનક રોડ અકસ્માત થયો હતો, જેમાં ટંકારા હાઈવે પર લજાઈ ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા અન્ય એકને ઈજા પહોંચી હતી.
આ રોડ અકસ્માતમાં રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે ટંકારા મોમિન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *