છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં લોકસભાના ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા ને ભવ્ય જીત બદલ આજે વિજયને આશીર્વાદ વધારવા પરમ પૂજ્ય સંતશ્રીઓ અને મહંતશ્રીઓની ભક્તિમય ઉપસ્થિતિમાં છોટાઉદેપુર એપીએમસી હોલ ખાતે સંત આશિર્વાદ સંમેલન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મધ્ય ગુજરાત સંત સમિતિના પ્રમુખ વિક્રમદાસ બાપુ મહારાજ, છોટાઉદેપુર જિલ્લાના સંત સમિતિના પ્રમુખ શંકર ગિરીદાસ મહારાજની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને સંતો અને મહંતોએ આશીર્વાદ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સાથે ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

