છોટાઉદેપુરના ખૂટાલીયા આર્ચરી ગ્રાઉન્ડ પાસે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકી સર, પીએલવી ઈર્શાદ ખાલપા, પીએલવી કેફ મીઠાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનાના એક થી સાત તારીખ સુધી વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ખૂટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 250થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

