Gujarat

અમીરગઢ તાલુકાના ધાનપુરા ગામના પાટીયા પાસે ટ્રક ચાલક બાઈક ચાલકને બચાવવા જતાં ટ્રક ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત

અમીરગઢ
અમીરગઢ તાલુકાના ધાનપુરા ગામના પાટીયા પાસે ગઈકાલે ગુરૂવારે મધરાતે એક ટ્રક ચાલક બાઈક ચાલકને બચાવવા જતાં ટ્રક ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક ચાલક અને બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ટ્રક પલટી ખાતાં ટ્રકમાં ભરેલો સામાન રસ્તા વચ્ચે વિખેરાતાં હાઈવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો જાેવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે ગુરૂવારે મધરાતે અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતી ટ્રક બાઈક ચાલકને બચાવવા જતા ડિવાઈડર પર ચડી ગઈ હતી. તેમજ ટ્રકે પલટી મારતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પલટી મારતાં જ ટ્રકમાં ભરેલો સામાન હાઈવે પર વિખરાઈ ગયો હતો, જેને લઈ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું. નોંધનીય છે કે અકસ્માતમાં બાઈક સવાર અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો

ACCIDENT.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *