Gujarat

પાવીજેતપુર તાલુકાની  આદિવાસી આશ્રમ શાળા  બાર ખાતે   ટીબીની સારવાર લઈ રહેલા દર્દીને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા દ્વારા જેતપુર પાવી તાલુકાના બાર ગામ ખાતે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે ટીબી રોગના દર્દીઓ માટે કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં   જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તથા જિલ્લા ક્ષય અધિકારી  ડો. ભરતસિંહ ચૌહાણ તથા બાર  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ તથા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર અને નેહલભાઈ દલાલ અને આદિવાસી આશ્રમ શાળાના પ્રિન્સિપા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા એમસી કોલેજના ક્લાર્ક અને ટીબી ચેમ્પિયન અરવિંદભાઈ રાઠવા , ટીબી લેબોરેટરી સુપરવાઈઝર નેહલ દલાલ સહિત બાર,ખટાસ, મુવાડા, ડુંગરવાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના લાભાર્થીઓ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  કાર્યક્રમમાં જિલ્લા ક્ષય  અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ તથા તાલુકાનાં ટીબી સુપરવાઈઝર વિનોદભાઈ વણકર  દ્વારા ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર  તેમજ જરૂરી પ્રોટીન યુક્ત આહાર લેવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.