૧૧ જુલાઈના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તાબા હેઠળની તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી અને કવાંટ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાનની થીમ સાથે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ વિશેની જાણકારી ગ્રામ સમુદાયમાં આપવામાં આવી હતી. અને પ્રતીક વિતરણ કામગીરી પોસ્ટર લગાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. તેમજ આ બાબતે બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

