Gujarat

ઉનાના ભાચા સીમ વાડીમા શિકારની શોધમા આવેલ દીપડી કૂવામાં ખાબકી…વન વિભાગ દ્વારા કુવામાં પાંજરું ઉતરી દીપડીને સહી સલામત રીતે રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવેલ..

ઉનાના ભાચા ગામે એક ખેડૂતનાં ખેતરમાં શિકારની શોધમાં આવેલ દીપડી અચાનક કૂવામાં ખાબકી હતી. જે અંગેની જાણ ખેડૂતે વન વિભાગે કરવામાં આવતા વન વિભાગ રેશક્યુ ટીમ, ફોરેસ્ટ અધિકારી સહીત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ  કુવામાં પાંજરૂ ઉતરી દીપડીને સહિસલામત રીતે બહાર કાઢી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ ખસેડવામા આવેલ છે.

ભાચા ગામે આવેલ દાનાભાઇ બીજલભાઇ વંશની વાડીના કુવામાં વન્યજીવ દિપડી માદા પડેલ હોવાની જાણ વન વિભાગના સ્ટાફને કરવામાં આવતા ગીર (પુર્વ)વન વિભાગ ઘારી હેઠળની જસાધાર રેન્જના વનવિભાગની ટીમના રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ઘારી, એમ.આર.ઓડેદરા, મદદનિશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર, જસાધાર રાઉન્ડના સ્થાનિક સ્ટાફ તથા ટ્રેર્કસ ટીમ સાથે તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી ગયા હતાં. અને ઘટના સ્થળે પહોચી સ્થળ ચકાસણી કરતા આકસ્મીક વન્યજીવ દિપડી કુવામાં પડેલ હોવાનુ ઘ્યાને આવતા તાત્કાલિક દીપડીનું રેસ્ક્યું કરવા માટે કુવામાં પાંજરૂ ઉતારી દિપડીને કલાકની જહેમત બાદ જીવંત સહી સલામત રીતે કુવા માંથી બહાર કાઢવામાં આવી હતી. અને હાલ આ દિપડીને જસાધાર ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ઓબર્ઝવેશન માટે ખસેડવામાં આવેલ છે.