Gujarat

દીવના નાગવા રોડ પર પાલડી ગામના યુવાન એ કોઈ કારણોસર આપધાત કરી લેતા મોત…પરિવારજનોમાં શોક..

ઉનાના પાલડી ગામે રહેતો એક યુવાન કોઈ કારણોસર દીવના નાગવા રોડ પર આવેલ ડાયનાસોર પાર્ક પાસે વૃક્ષ પર લટકી આપઘાત કરી લેતા તેમનો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતદેહ દિવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. આ ઘટના થી પરીવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.

પાલડી ગામે રહેતો એક યુવાન દીવના નાગવાની એક હોટલમાં કામ કરતો યુવાન ધર્મેશ બાબુભાઇ વાજા એ કોઈ કારણોસર દીવના નાગવા રોડ પર આવેલ ડાયનાસોર પાર્ક પાસે વૃક્ષ પર લટકી આપઘાત કરી લેતા તેમનો ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. અને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં દિવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ ત્યાંના તબીબે મૃત જાહેર કરેલ છે. અને  આ અંગે તેમનાં પરિવારજનોને જાણ કરતા તાત્કાલિક દીવ હોસ્પિટલે દોડી ગયેલ આ બનાવથી મૃતકના તેમનાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. દીવ પોલીસ યુવાનનું મોત આપઘાત કે પછી અન્ય કોઈ કારણ થી મોત થયું તે અંગે આગળની વઘુ તપાસ હાથ ધરી છે.