Gujarat

કઠલાલના ખલાલમાં NSG કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમનું આયોજન, તાલીમ બાદ શીખેલા 72 જવાનો અન્ય જવાનોને તાલીમ આપશે

કઠલાલના ખલાલ ગામ પાસે આવેલા એનએસજી કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે બોમ્બ ડિસ્પોઝલ ટ્રેનિંગનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ટ્રેનિંગના પૂર્ણાહુતિ પ્રસંગે યુનિટના એડીજીપી પી.કે. રોશન ખાસ હાજર રહ્યા હતા.

કેન્દ્ર સરકારના હોમ અફેર વિભાગ (એમ એચ એ) દ્વારા 15 દિવસ ચાલેલી ટ્રેનિંગ દરમિયાન ભારતના પાંચ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ,દીવ- દમણ, દાદરા નગર હવેલી તથા ગાંધીનગર બીએસએફના 72 પોલીસ જવાનોને બોમ્બ સ્કોડના તાલીમ પામેલા NSG COMMANDO દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન કઈ રીતે બોમ્બને ડિસ્પોઝલ કરવો, બોંબની જાણકારી કઈ રીતે મેળવવી, બ્લાસ્ટ પછીની તપાસ તેમજ બોમ્બની જાણકારી મળે, એટલે કે વિવિધ બોમ્બ ડિટેકશન એન્ડ ડીસ્પોઝલ કરવો તેમજ, તે વખતે શું કરવું તે થિયરીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન NSG commando દ્વારા આપવામાં આવ્યું હતું.

તાલીમ બાદ શીખેલા 72 જવાનો અન્ય જવાનોને તાલીમ આપશે તેમજ જ્યાં પણ જરૂર પડે ત્યાં બોમ્બે નિષ્ક્રિય કરવા તૈયાર રહેશે. આ તાલીમ કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય પોલીસના સહયોગથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોમ્બને નિષ્ક્રિય કરવા માટેના સાધનોનું પ્રદર્શન પણ ગોઠવાયું હતું. પૂર્ણાહુતિ સમારંભમાં શ્રેષ્ઠ જવાનોને પ્રમાણપત્ર અપાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિએ ડીજીપી પી.કે. રોશને જણાવ્યું કે, આ શીખેલા પોલીસ જવાનો બીજા જવાનોને ટ્રેનિંગ આપે તથા રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ બોમ્બ ડિસ્પોઝેબલ યુનિટ બનાવે કારણ કે, જ્યારે પણ ઘટના બને ત્યારે સ્થાનિક પોલીસ પહેલા પહોંચી જતી હોય છે. તે યુનિટના પોલીસ જવાનો શીખેલા હોય તો આમ પ્રજાને તકલીફ ન પડે.