Gujarat

એજીએફટીસી અને ટીપીએ નડિયાદ દ્વારા કરવેરા માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો; અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ ટેક્ષ વ્યવસાયિકોએ ભાગ લીધો

જિલ્લાના વડામથક નડિયાદના પીપલગ ખાતેની એક ખાનગી હોટલમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને GST કાયદા અન્વયે કરવેરા સંદર્ભે સેમિનાર યોજાઈ ચૂક્યો હતો. જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ ટેક્ષ વ્યવસાયિઓ હાજર રહ્યા હતા.

આ સેમિનારના મોફીસીયલ કમિટી એજીએફટીસી પ્રમુખ સીએ ડો.વિશ્વેશ શાહ, આઈપીપી સીએ રવી શાહ, ટીપીએ પ્રમુખ ચેતન ગજ્જર , સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એડવોકેટ આશુતોષ ઠક્કર, એજીએફટીસી મંત્રી મૃદાંગ વકીલ, ટીપીએ મંત્રી વિનીત સોની, વક્તા સીએ હારિત ધારીવાલ, સીએ પુનિત પ્રજાપતિ ખાસ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

ઇન્કમટેક્સ વિષય પર વક્તા સીએ હારિત ધારીવાલ અને જીએસટી વિષય પર સીએ પુનિત પ્રજાપતિએ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત શ્રોતાઓને માહિતીગાર કર્યા હતા. આ પ્રસંગે એજીએફટીસી પાસ્ટ પ્રેસિડેન્ટ એડવોકેટ ડો. ધ્રુવેન શાહ, આઇટી બાર પ્રેસિડેન્ટ શ્રીધર શાહ, અનિલ પરીખ,દિપક શાહ, સહમંત્રી અમિત સોની, અમિત પંચાલ આમ બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ ટેક્ષ વ્યવસાયિઓ હાજર રહ્યા હતા.