અમરેલી જિલ્લામાં SP હિમકર સિંહ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા માટે ડીવીઝન વાઇઝ પેરોલ ફર્લો સ્કોડની ટીમોની રચનાઓ કરવામાં આવી છે, ત્યારે સાવરકુંડલા ડીવીઝનના ASP વલય વૈદ્ય દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે પેરોલ ફર્લો સ્કોડની રચના કરવામાં આવી હતી. નવ નયુક્ત સ્કોડની રચના થયાના બીજા જ દિવસે બે અલગ અલગ આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.ડી.હડીયાની ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા આરોપીઓ નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓનો શોધખોળ હાથ ધરી જેમાં 1 વર્ષથી સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં પોતાની ધરપકડ ટાળવા માટે માટે નાસ્તા ફરતા આરોપી જયરાજભાઈ જોરૂભાઈ વાળા માણાવાવ તાલુકો ધારીને દબોસી લઈ સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.રૂલર પોલીસ વધુ તપાસ માટે પૂછ પરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.

વરલી મટકા જુગરના ગુન્હામાં 5 મહિનાથી ફરાર આરોપીને ઝડપી લીધો
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ નોંધાયેલા ગુન્હામાં છેલ્લા 5 મહિના કરતા વધુ સમયથી નાસ્તો ફરતો આરોપી અકબરભાઈ અયુબભાઈ ચૌહાણને ઝડપી લઈ સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે નવ નયુક્ત સ્કોડની ટીમની નિમણૂક કર્યાના 24 કલાક બાદ 2 નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેરોલ ફર્લો સ્કોડની ટીમને 2 આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી
સાવરકુંડલા ASP વલય વેદ્યની નવ નયુક્ત નાસ્તા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.ડી.હડીયા,જ્યેન્દ્રભાઇ બસીયા,મહેશભાઈ બારૈયા,મિતેષભાઈ વાળા,રામકુભાઈ કહોર, જયપાલસિંહ ગોહિલ, સહિત પોલીસ કર્મચારીઓને નાસ્તા ફરતા આરોપીઓને પડકવામાં સફળતા મળી છે વધુ કેટલાક હજુ નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

