તાજેતરમાં આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા બોરસદ તાલુકાના વડેલી, ઝારોલા સિસ્વા, ઉમલાવ, સારોલ, દહેવાણ બોદાલ,નીસરાયા, અલારસા, પીપળી, ખેડાસા, બોરસદ, એમ મળીને 12 ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિરસદ વન સંરક્ષણ નર્સરીમાંથી 1500 રોપા અને વઘવાલા નર્સરીમાંથી 1000 રોપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતાં. આ રોપાઓમાં કણજ, પીપળ, પેડ્રો, સીસમ, સાદડ, બંગાળી બાવળ, લીંબોઈ, જાંબુ, જામફળી, સીતાફળ, નીલગીરી , સિંદૂર, લાલ મેદી, કપોક અને આસોપાલવ સામેલ હતા.
આ રોપાઓ સ્મશાન ગૃહ, હેલ્થ સેન્ટરની પડતર ભૂમિ, પ્રાથમિક શાળાના પટાંગણ, તથા કેટલાકની માલિકીની જમીનોમાં રોપવામાં આવ્યા હતા. પ્રસ્તુત કાર્યમાં સ્થાનિક આગેવાનો તથા આશાદીપના કાર્યકરોએ જોડાયા હતા.

