Gujarat

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકની અંદર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વરસનભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.