Gujarat

બોડેલી પોલીસ સ્ટેશનના કડીલા ગામેથી રહેણાંક મકાનમાંથી કિ.રૂ.૬૨,૬૩૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાજ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી/હેરાફેરી સદંતર રીતે  નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ સુચના કરેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક – ઇસમ પોતાના રહેણાંક મકાનમાં મોટર સાઇકલ દ્વારા પ્રોહિ મુદ્દામાલ લાવી સંતાડી રાખેલ છે જે હકીકત આધારે કડીલા ગામે ગુંદી ફળીયા ખાતે રહેણાંક મકાનમાં પ્રોહિ રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૬૨,૬૩૦/- નો મુદામાલ પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.