Gujarat

રાણપુરમાં PGVCL દ્વારા ફોલ્ટ સેન્ટર માટે નવો નંબર જાહેર કરવામાં આવ્યો

રાણપુરમાં લાઈટ ને લગતા કોઈ પ્રશ્ન હોય તો PGVCL દ્વારા 9925216793 વધુ એક નંબર નવો જાહેર કરવામાં આવ્યો…
બોટાદ જીલ્લાના રણપુર શહેર અને રાણપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે એકમાત્ર ફોલ્ટ સેન્ટર નંબર હોવાને કારણે ગ્રાહકોને વારંવાર તકલીફ પડતી હતી અને સતત ફોન વ્યસ્ત આવતો હતો જેને લઇને રાણપુર શહેરના લોકો દ્વારા નવો એક વધુ નંબર જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવતા વર્તુળ કચેરી બોટાદ અધિક્ષક ઇજનેર કે.ડી.નિનામા, તેમજ વિભાગીય કચેરી કાર્યપાલક ઈજનેર એન.એન.અમિન તેમજ નવ નિયુક્ત પી.જી.વી.સી.એલ. રાણપુરના નાયબ ઇજનેર શ્રીમતી આર.એ.ચૌધરી ના માર્ગદર્શન અને સૂચના મુજબ રાણપુર પી.જી.વી.સી.એલ. દ્વારા વધુ એક નવો ફોલ્ટ સેન્ટર માટે 9925216793 નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે જુનો નંબર 9925214503 પણ ચાલુ રહેશે. રાણપુર પીજીવીસીએલ કચેરી દ્વારા નવો પોર્ટ સેન્ટર નંબર જાહેર કરવામાં આવતાં રાણપુર શહેર તાલુકાના પીજીવીસીએલના ગ્રાહકોમાં ખુશીને લાગણી ફેલાઈ ગઈ છે આ નવો નંબર જાહેર કરતા ગ્રાહકોને જે તકલીફ પડતી હતી તે બંધ થશે..