Gujarat

સાવરકુંડલા શહેરમાં ઉતાવળા હનુમાન મંદિર ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

તા.૨૪-૭-૨૪ ના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી – ગુજરાત રાજ્ય તથા  જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન અંતર્ગત સ. આ. દ. ઘોબા તથા ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલા. દ્વારા શ્રી      ઉતાવળા હનુમાન મંદીર,  ખાતે સર્વરોગ આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે  લોકોને દિનચર્યા તથા  ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે પણ  માર્ગદર્શન આપવામાં આવ્યું   જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. આ નિદાન કેમ્પ માં વૈધ કે. બી. ગોંડલીયા તથા વૈધ દેવેન્દ્ર ચૌહાણે સેવા આપી હતી.