છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ઘોઘમાર વરસાદને લઈને નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરના વિસ હજાર ચોરસ ફૂટ મેદાનમા પાણી ભરાયા હતા. હાઈસ્કૂલમાં આવતા વાહનો ત્રણ ફૂટ પાણી માંથી પસાર થયા હતા. મેદાનમાં વરસાદી પાણી ભરાતા સવારમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓને લેવા વાલીઓ દોડી ગયા હતા. વાલીઓ ખાનગી વાહનોમાં બાળકોને લઈ ગયા હતા.
પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા હતા.

