Gujarat

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘો અનરાધાર

તાલુકાના ખીરસરા, દેરડી,અમરનગર સહિત  આજુબાજુના વિસ્તારમાં વરસાદ
જેતપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ.
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં  ગત રાત્રેથી નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જેતપુર શહેરનાં રોડ રસ્તાઓ  પાણી પાણી થઇ ગયા હતા.જેતપુર મામલતદાર ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા અઢી ઇંચ જેટલા વરસાદની પૃષ્ટિ કરવામાં આવી હતી. 
હવામાન વિભાગ વરસાદની આગાહી કરવામાં આવી છે એ વચ્ચે. જેતપુર,પેઢલા નવીસાકળી  સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો..જેતપુરનાં આસપાસના ગામડાઓમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થયા હતા.
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ગત રાત્રિન વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો. હતો.જેમાં ખીરસરા ,વાડસડા, સ્ટેશનવાવડી , અમરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા
સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીર ની આવક,
ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ હતી ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવા નિરની આવક,
ભાદર ડેમની સપાટી 21.5 ફૂટે પહોંચી ગઈ છે. ભાદર ડેમમાંથી રાજકોટ,જેતપુર,ખોડલધામ જૂથ યોજના,વીરપુર સહિત ગામોને પીવાનું પાણી મળે છે,અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો છે ડેમ,ડેમ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ આપવામાં આવે છે,