સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં છાપરવાડી નદી પર આવેલા પુલ પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ નીચે હોવાથી કેરાળી ગામના વાડી વિસ્તારના 150 વધુ ખેડૂતોને તેમજ સામે કાઢે રહેતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે.

જેતપુર તાલુકાના કેરાળી ગામમાં ઉપરવાસમાં આવેલ છાપરવાડી નદીમાં કેરાળી ગામમાં પુલ ઉપર નદીના પ્રવાહમાં કેરાળી ગામના સામાંકાંઠા વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તુટી ગયો હતો ડંફાસ મારતી સરકાર ની પોલ ખુલ્લી થઈ છે.નદીના પુલ ઉપરથી પસાર કેરાળી ગામથી રબારીકા,મેવાસા,સહિતના 10 ગામોમાં જવા આવવા મા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેરાળી ગામના સામાંકાઠા વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે.

પુલ,નીચો હોવથી વાડી વિસ્તારમાં જવા માટેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને પશુઓ માટે ઘાસચારો પણ લાવી નથી શકતા તેમજ ગામના સામાંકાઠા વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે બાળકોને ગામમાં સ્કૂલે આવવા માટે જાનના જોખમે આ પુલ પરથી બાળકો પસાર થતા હોય છે પુલ ઉપર પાણી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.જયારે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગામના સરપંચ તેમજ ગામનાલોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ પુલને ઊંચો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

