Gujarat

AMCની 3 હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી; તાવ, વાઈરલ ઇન્ફેક્શન સહિતના કેસ; ચાંદીપુરાના કહેર વચ્ચે બાળદર્દી પણ વધ્યાં

અમદાવાદમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડ, ઓરી, અછબડાં, ગાલ-પચોડિયા સહિતની બીમારીઓ વધી છે.

ચોમાસાની શરૂઆતની સાથે લોકો હવે બીમાર પડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે.

સરસપુરની શારદાબેન, મણિનગરની એલજી અને બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓની સ્થિતિ ચકાસી હતી.

સૌથી વધુ તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયાના દર્દીઓ વધ્યા છે. વાયરલ ઇન્ફેક્શન જેવા લક્ષણો ચાંદીપુરા વાયરલના પણ હોવાના કારણે બાળ દર્દીઓ પણ વધ્યા છે.

30 જૂનના રોજ અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો વધ્યો છે. 1 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં AMC સંચાલિત હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના 25,000થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે.

25 દિવસમાં શારદાબેન અને એલજી હોસ્પિટલમાં 10,000થી વધુ મેડિકલ ઓપીડીના કેસો નોંધાયા છે.

ત્રણેય હોસ્પિટલોમાં જ્યારે તપાસ કરી તો સવારે 9:30 વાગ્યાથી દર્દીઓની લાંબી લાઈનો ઓપીડીમાં જોવા મળી હતી. લોકો લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા.

સવારે 9 વાગ્યાથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ખાસ કરીને લોકોને તાવ, શરદી, ઉધરસ અને પેટને લગતી બીમારી જોવા મળી હતી. બાળકોમાં પણ તાવ શરદી અને ઉધરસના કેસો વધુ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા.

સરસપુરની શારદાબેન હોસ્પિટલ
 મેડિકલ ઓપીડી બિલ્ડિંગમાં ડોક્ટરની ચેમ્બર બહાર ખૂબ લાંબી લાઈન હતી. લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા. દર પાંચ- સાત મિનિટ બાદ એક દર્દીનો નંબર આવતો હતો. કેટલાક લોકો લાઈનમાં ઊભા રહી ન શકે તેના માટે નીચે બેઠેલા પણ જોવા મળ્યા હતા. દર્દીને વધારે તકલીફ હોય તો અન્ય જગ્યાએ બેસાડવા પડ્યા હતા અને તેમના સગા જાતે લાઈનમાં ઊભા રહી ગયા હતા. શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઊલટી, મેલેરિયા, ડેન્ગ્યુ ઉપરાંત સ્કિનને લગતા દર્દીઓની લાઈન જોવા મળી હતી.
મણિનગરની એલજી હોસ્પિટલમાં દર્દીઓને બેસવા માટેની સુવિધા
મણિનગરની એલજી હોસ્પિટલમાં દર્દીઓને બેસવા માટેની સુવિધા
મણિનગરની એલજી હોસ્પિટલમાં જ્યારે પહોચ્યું તો બે મેડિકલ ઓપીડીમાં લાંબી લાઈન જોવા મળી હતી. જોકે, એલજી હોસ્પિટલમાં દર્દીઓને બેસવા માટેની સુવિધા મુજબ લાઈન કરાવવામાં આવી હતી. જેથી લોકો લાઈનમાં બેસેલા જોવા મળ્યાં હતાં.
દરેક દર્દીને લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા. મોટાભાગના દર્દી તાવ, શરદી, ખાંસી, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કારણે સારવાર માટે આવ્યા હતા.
જ્યારે પીડિયાટ્રિક વિભાગમાં પણ ખૂબ મોટી લાઈન જોવા મળી હતી. માતાઓ તેમના બાળકોને લઈને લાઈનમાં બેઠેલા હતા. સોનોગ્રાફી અને એક્સપ્રેસ વિભાગમાં પણ ખૂબ લાંબી લાઈન જોવા મળી હતી.
લોકો નીચે બેસીને પોતાના નંબર ક્યારે આવે છે, તેની રાહ જોતા હતા. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોતા વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ ખૂબ વધારે છે.
બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઓરી, અછબડાં, ગાલ પચોડિયા સહિતના કેસો