Gujarat

ભાજપના આગેવાનો,પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો,પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો
બોટાદ જિલ્લાના રાણપુર શહેરનાં ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ગોહિલ કે જેઓને ઇલેક્ટ્રિકની દુકાન આવેલી છે. જેથી અશોકભાઈ ગોહિલ આજે સવારના તેમની દુકાન બહાર પેપર વાંચતા હતા,તેવામાં ઈમરાન (ઉર્ફે) મુંગો નામનો શખ્સ લાકડી વડે અશોકભાઈ પર હુમલો કરતાં અશોકભાઈને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે રાણપુરની સરકારી
હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જ્યારે આ હુમલાની જાણ ભાજપના આગેવાનોને થતા રાણપુર શહેર ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.આ બનાવ અંગેની જાણ પોલીસને થતા  પી.એસ.આઇ.જી.ડી. આહીર,એમ.એમ.શાહ સહીત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે ગણતરીની મિનિટોમાં જ હુમલો કરનાર આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.ઉલ્લખનીય છે કે એક દિવસ પહેલાં રાત્રિના સમયે ઈમરાન અશોકભાઈની દુકાનનું તાળુ તોડતો હતો.જે અશોકભાઈ જોઈ ગયા હતા.જેથી અશોકભાઈએ પોલીસને જાણ કરી હતી.જેની દાઝ રાખી અશોકભાઈ પર હુમલો કર્યો હોવાનું અશોકભાઈ ગોહિલે જણાવ્યું હતુ.અશોકભાઈ પર હુમલો થયાના સમાચારોને લઈને રાણપુર સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા છે.જ્યારે રાણપુર પી.એસ.આઈ.જી.ડી.આહીર વધુ તપાસ હાથ ધરી છે..
બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઉપર હુમલો થતા ધારાસભ્ય રાણપુર દોડી આવ્યા…
રાણપુર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ગોહિલ ઉપર હુમલો થતાં જે અંગેની વાત વાયુ વડે સમગ્ર વિસ્તારમાં હતી આ હુમલાની જાણ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીને થતા કારુભાઇ ડાભી રાણપુર ખાતે દોડી આવ્યા હતા અને અશોકભાઈ ગોવિંદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં ધારાસભ્ય હોસ્પિટલમાં જઈને અશોકભાઈ ગોહિલ ને ખબર અંતર પૂછ્યા હતા જ્યારે ધારાસભ્ય એ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પી.એસ.આઇ.જી.ડી .આહીરને આવારા તત્વો પર કડકમાં કડક  કાર્યવાહી કરવા કહેવામાં આવ્યુ હતુ.