ગિરગઢડા
ભરત ગંગદેવ…
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ સેવા મંડળ ના સહયોગી એવા સ્વ.ઉમેદસિંહ ઝાલા ના સ્મરણાર્થે સામાકાંઠે, કુળદેવી પાન વાળી શેરી ખાતે રક્તદાન કેમ્પ નુ અનેરુ આયોજન ઝાલા પરિવાર દ્વારા કરવા મા આવેલ છે ત્યારે મોરબી જલારામ સેવા મંડળ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, નયનાબેન મીરાણી, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા સહીત ના અગ્રણીઓ દ્વારા સ્વ. ઉમેદસિંહ ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ના ભાગરૂપે રક્તદાતાઓ સહીત દરેક માટે સવારથી જ અલ્પાહાર ની વ્યવસ્થા કરવા મા આવશે.
