Entertainment

કેન્સરની સારવારમાં હિના ખાને ગુમાવ્યા, હાલમાં વીડિયો શેર કરી આપી જાણકારી

હિના ખાને થોડા સમય પહેલા જ જણાવ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાન બ્રેસ્ટ કેન્સરની સારવાર પણ લઈ રહી છે. થોડા દિવસ પહેલા જ હિના ખાને તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પોતાના સુંદર વાળ ટૂંકા કર્યા હતા. પરંતુ હવે હિના ખાને જે વીડિયો શેર કર્યો છે તે જાેઈને તેના ચાહકોને આંચકો લાગ્યો છે. બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન હિના ખાને પણ તેના બધા જ વાળ ગુમાવી દીધા છે.

તેના લેટેસ્ટ વીડિયોમાં તે વાળ શેવ ઓફ કરેલી જાેવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. હિના ખાને સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તેણે વાઈટ કલરનું ટીશર્ટ પહેર્યું છે અને માથા પર કેપ લગાવેલી છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જાેવા મળે છે કે તેણે પોતાના બધા જ વાળ સેવ કરાવી લીધા છે. જાેકે તેમ છતાં હિના ખાન ખૂબ જ સુંદર દેખાય છે અને તે પોતાના ફેન્સ સાથે સ્કીન કેર રૂટીન શેર કરે છે.

હિના ખાનનો આ વિડીયો તેના ચાહકોને પસંદ પડ્યો છે અને તેઓ હિના ખાનની હિંમતના વખાણ કરી રહ્યા છે. હિના ખાન વીડિયોમાં જણાવે છે કે કેન્સરની ટ્રીટમેન્ટના કારણે તેમની ત્વચા પર પણ અસર થઈ રહી છે. પરંતુ તેણે નક્કી કર્યું છે કે સમય કેટલો પણ ખરાબ હોય તે પોતાની સ્કીનનું અને પોતાનું ધ્યાન રાખશે. આ વાતના લોકો વખાણ કરી રહ્યા છે અને વિડીયો પર કોમેન્ટ કરીને હિના ખાનની હિંમત વધારી રહ્યા છે.