Gujarat

વિસાવદર નગરપાલિકા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિસાવદર નગરપાલિકા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિસાવદર સાર્વજનિક ધર્મશાળામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મારફત વિસાવદર નગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ.
સૌ પ્રથમ શહેરના આમંત્રિત પ્રતિનિધિઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ કલા રસિકો તબલા વાદક મોહનભાઈ ઘાવરી સાજિંદા વૃંદ સાથે સિંગર કલાકાર ગુણવંતભાઈ બારોટ તથા રેખાબહેન બારોટ એ મધુર કંઠે સંતવાણી રજૂ કરેલ.
આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશેષ આનંદની અનુભૂતિ તો એટલે થઈ કે આ કાર્યક્રમમાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ કૌશિક શેવરા (તબલા વાદક) તથા જીગ્નેશ શેવરા (ગાયક કલાકાર) એ સુંદર રચનાઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધેલ. આ પ્રજ્ઞાચક્ષુઓના મુખેથી સરી પડેલા શબ્દો… આ અમારો દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, પણ આ કલરવ કરતી દુનિયા અમારી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહાનુભવો વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, તપોવન આશ્રમના એનડીબાપુ, નગરપાલિકાના કર્મચારીઓ સત્યજીત દાહિમા, આર.સી.રૂદાતલા, એમ.પી.જોશી, અગ્રણી હરેશભાઈ કોઠારી, અંધશાળાના પ્રિન્સિપાલ મગનભાઈ ભેસાણીયા, મનસુખભાઈ પરમાર તથા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240802-WA0047-3.jpg IMG-20240802-WA0051-2.jpg IMG-20240802-WA0049-0.jpg IMG-20240802-WA0050-1.jpg