વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર અર્પણ કરતા લોક પ્રતિનિધિઓ
વિસાવદર નગર પાલિકા દ્વારા
વિસાવદર શહેરના રહીશો ઉપર લાદવામાં આવેલા કરવેરા રહેણાંક વિસ્તારમાં રૂ.૬૦૦/- પાણી વેરાના ૧૦૦૦/- કરવામા આવેલ, રૂ.૫૦/- સફાઈ વેરોના ૧૦૦/- કરવામા આવેલ,
રૂ.૨૫/- લાઈટ વેરાના ૭૫/- કરવામા આવેલ છે. રૂ.૫૦૦/- ભૂગર્ભ ગટરના કરવામા આવેલ છે. જયારે બિન રહેણાંક વિસ્તારમા રૂ.૧૦૦૦/- પાણી વેરાના રૂ.૧૫૦૦/-કરવામાં આવેલ, રૂ.૧૦૦/- સફાઈ વેરાના રૂ.૧૫૦/-કરવામા આવેલ, રૂ.૭૫/- લાઇટ વેરાના રૂ.૧૦૦/- કરવામા આવેલ છે. રૂ.૫૦૦/- ભૂગર્ભ ગટરના કરવામા આવેલ છે.
આ કરવેરા વિસાવદરની પ્રજાના કમરતોડ ભાવ વધારા સામે સખત વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ત્યારે આ લાદવામા આવેલા કરવેરા તાત્કાલિક ધોરણે રદ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.
આવેદનપત્ર સુપ્રત કરતી વેળાએ ઉપસ્થિત મહાનુભવો વિસાવદર કોંગ્રેસના પીઢ આગેવાન કિર્તીભાઈ કામદાર, વિસાવદર તાલુકાના બક્ષીપંચ સમિતિના પ્રમુખ આનંદ પંડ્યા, યુથ કોંગ્રેસ પ્રમુખ શુભમ મોરજરિયા, લઘુમતી યુવા સમિતિના પ્રમુખ સાજીદખાન પઠાણ તેમજ શહેર અગ્રણી અમિતભાઇ ભટ્ટ ,યોગેશભાઈ વસાણી દ્વારા રજૂઆત કરવામાં આવેલ.
સી. વી. જોશી વિસાવદર


